મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છત્તીસગઢમાં ચૂંટણી પહેલા નક્સલીઓ સામે મોટું ઓપરેશન, સૈન્યએ 9ના ઢીમ ઢાળી દીધા

છત્તીસગઢના બીઝાપુર જિલ્લામાં મંગળવારે સુરક્ષાદળોને અથડામણમાં 9 નક્સલીઓને ઠ

છત્તીસગઢમાં ચૂંટણી પહેલા નક્સલીઓ સામે મોટું ઓપરેશન, સૈન્યએ 9ના ઢીમ ઢાળી દીધા

છત્તીસગઢના બીઝાપુર જિલ્લામાં મંગળવારે સુરક્ષાદળોને અથડામણમાં 9 નક્સલીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. આ અગાઉ મધ્યપ્રદેશના બાલાઘાટમાં પણ સૈન્યદળો બે નક્સલવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. 

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજે જણાવ્યું કે, ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેન્દ્રા ગામ નજીકના જંગલમાં સવારે લગભગ 6 વાગ્યે અથડામણી થઈ હતી.  ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (COBRA)ની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

તેમજ વધુમાં જણાવ્યું કે. ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક લાઇટ મશીનગન અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલી અને લેંદ્રાના જંગલોમાં હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.

તમને જણાવી દઈએ કે બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે, જ્યાં 19 એપ્રિલે સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. જેને લઈને ત્યાંના સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અભિયાન તેજ કરી દીધું છે. 

નક્સલી પર 43 લાખનું ઇનામ હતુ

બીજી તરફ, મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં બે ઈનામી નક્સલવાદીઓ માર્યા ગયા છે.આ અથડામણમાં 43 લાખ રૂપિયાના ઇનામી બે નક્સલી પણ ઠાર મરાયા છે. એસપી સમીર સૌરભે જણાવ્યું કે બન્ને માર્યા ગયેલા નક્સલી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કેટલીક ઘટનાઓમાં સામેલ રહ્યાં છે. ઠાર મરાયેલી મહિલા નક્સલીનું નામ સજંતી ઉર્ફ ક્રાંતિ હતું, તેના પર 29 લાખનું ઇનામ હતું જ્યારે બીજો નક્સલી રઘુ ઉર્ફ શેર સિંહ હતો, તેના માથા પર 14 લાખ રૂપિયાનું ઇનામ હતું. બંન્નેના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો