Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 80 lakhs seized in raids on TMC leader Dipankar Bhattacharya's premises

TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના ઠેકાણાઓ પર દરોડા, 80 લાખ રોકડ મળતાં ઘર સીલ કરી કર્યા જેલ ભેગા

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના ઠેકાણાઓ પર દરોડા, 80 લાખ રોકડ મળતાં ઘર સીલ કરી કર્યા જેલ ભેગા
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લામાં TMC નેતાના જુદા જુદા ઠેકાણાઓ પરથી 80 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બદુરિયા મ્યુનિસિપાલિટીના ચેરમેન અને TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના ઘર, પાર્ટી ઓફિસ અને નજીકના એક કોમ્પ્યુટર સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. હાથ ધરાયેલી તપાસ દરમિયાન આશરે 80 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. સરકારી રાહત સામગ્રીની ઉચાપત અને ભ્રષ્ટાચારના આરોપસર દીપાંકર ભટ્ટાચાર્યની ધરપકડ કરી તેમના ઘરને પોલીસે સીલ કરી દીધું છે.

App Store

ભ્રષ્ટાચારના આરોપો બાદ દરોડા

પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાયા પછી ભ્રષ્ટાચાર સામે ઉપરાઉપરી કડક કાર્યવાહી ચાલી રહી છે. ભ્રષ્ટાચારના આરોપમાં તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત સોમવારે મોડી રાત્રે નોર્થ 24 પરગણા જિલ્લાના બાદુરિયા પોલીસ સ્ટેશનની પોલીસે બાદુરિયા મ્યુનિસિપાલિટીના ચેરમેન દીપાંકર ભટ્ટાચાર્યના ઘર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન દીપાંકર ભટ્ટાચાર્યના ઘર, પાર્ટી ઓફિસ અને નજીકના એક કોમ્પ્યુટર સેન્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

કોમ્પ્યુટર સેન્ટર બંધ હોવાના કારણે પોલીસની ટીમે તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને જુદી જુદી જગ્યાએથી અંદાજે 80 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. રિપોર્ટ અનુસાર, દીપાંકર ભટ્ટાચાર્ય પાસે આ નાણાંનો કોઈ હિસાબ નહોતો. આ ઉપરાંત તેમના ઠેકાણાઓ પરથી રાહત સામગ્રી પણ મળી આવી છે. હાલમાં પોલીસની ટીમે દીપાંકર ભટ્ટાચાર્યને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે અને આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શાંતનુ સિન્હા બિસ્વાસના ઘર પર EDના દરોડા

બીજી તરફ, મુર્શિદાબાદ જિલ્લાના કાંદી શહેરમાં EDની કસ્ટડીમાં રહેલા કોલકાતા પોલીસના DC રેન્કના અધિકારી શાંતનુ સિન્હા બિસ્વાસના ઘર પર EDએ ફરીથી દરોડા પાડ્યા છે. EDએ ગત શુક્રવારે પણ શાંતનુ સિન્હા બિસ્વાસના ઘર પર દરોડો પાડ્યો હતો, જ્યારે આજે સવારે EDના અધિકારીઓ ફરી ત્યાં પહોંચ્યા હતા. તેમના ઘર પર સેન્ટ્રલ સુરક્ષા ફોર્સ ગોઠવી દેવાઈ છે. EDના અધિકારીઓ ઘરની બાઉન્ડ્રીની અંદર આવેલા તેમના તળાવ પર નજર રાખી રહ્યા છે. આ તળાવની આસપાસ 10થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા.