મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સરેરાશ 67.71% મતદાન, સૌથી વધુ પ.બંગાળમાં

લોકસભા 2024ની ચૂંટણીમાં ચોથા તબક્કામાં સરેરાશ 67.71 % મતદાન થયું છે. ચોથા તબક્કામ

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સરેરાશ 67.71% મતદાન, સૌથી વધુ પ.બંગાળમાં

લોકસભા 2024ની ચૂંટણીમાં ચોથા તબક્કામાં સરેરાશ 67.71 % મતદાન થયું છે. ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠક પર મતદાન યોજાયું હતું. 4 જૂને ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

લોકસભા 2024ની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેઠકો પર મતદાન થયું છે. લોકસભાની 102 બેઠકો માટે પ્રથમ તબક્કાનું એપ્રિલની 19મીએ, 88 બેઠકો માટે બીજા તબક્કાનું એપ્રિલની 26મીએ જ્યારે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું 7મી મેએ મતદાન થયું હતું. 

કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને 

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં અત્યાર સુધી સરેરાશ 63.19% મતદાન  

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અત્યાર સુધી પશ્ચિમ બંગાળમાં જ સૌથી વધુ મતદાન 

રાજ્ય

રાત્રે 9 વાગ્યા સુધીના મતદાનના આંકડાઓ

આંધ્ર પ્રદેશ

68.20%

બિહાર

56.12%

જમ્મુ-કાશ્મીર

37.00%

ઝારખંડ

64.30%

મધ્યપ્રદેશ

70.27%

મહારાષ્ટ્ર

52.93%

ઓડિશા

64.23%

તેલંગાણા

61.67%

ઉત્તર પ્રદેશ

58.02%

પશ્ચિમ બંગાળ

76.08%

https://twitter.com/ANI/status/1790043147415798026

5 વાગ્યા સુધીમાં પ. બંગાળમાં સૌથી વધુ મતદાન 

ચૂંટણી પંચે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા પણ જાહેર કરી દીધા છે. અત્યાર સુધીની માહિતી અનુસાર સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં જ થયું છે. અહીં મતદાન ટકાવારીનો આંકડો 75.66% થઈ ગયો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યાં હજુ સુધી 35.75% જ મતદાન થયું છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ મતદારોનો ઉત્સાહ ઊંચો છે, જ્યાં 68.08% મતદાન થયું છે અને આ આંકડો ગમે ત્યારે તે 70 ટકાએ પહોંચી શકે છે. 

રાજ્ય

5 વાગ્યા સુધી મતદાન

આંધ્ર પ્રદેશ

68.04%

બિહાર

54.14%

જમ્મુ-કાશ્મીર

35.75%

ઝારખંડ

63.14%

મધ્યપ્રદેશ

68.08%

મહારાષ્ટ્ર

52.49%

ઓડિશા

62.96%

તેલંગાણા

61.16%

ઉત્તર પ્રદેશ

56.35%

પશ્ચિમ બંગાળ

75.66%

હૈદરાબાદમાં મતદાન દરમિયાન વિવાદ, બુરખો હટાવીને મહિલાઓના ચહેરાઓની ઓળખ કરવામાં આવી 

હૈદરાબાદની લોકસભા બેઠક પર ઓવૈસી અને ભાજપના ફાયરબ્રાન્ડ મહિલા ઉમેદવાર માધવી લતા ચૂંટણી લડી રહી છે. આ બેઠક વધુ ચર્ચામાં છે. જોકે અહીં તાજેતરમાં એક એવો વિવાદ સામે આવ્યો કે મતદાન વખતે બુરખો પહેરીને આવેેેલી મહિલાઓના ચહેરાની ઓળખ કરવા માટે તેમના ચહેરા પરથી બુરખા હટાવાયા હતા. જેનેે લઈને લોકોને વાંધો ઊઠાવ્યો હતો.    

લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કામાં 3 વાગ્યા સુધી 52.60 % મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 66.05 % મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 29.93 % મતદાન થયું છે. આ પહેલા 1 વાગ્યા સુધી 40.32 % મતદાન થયું  હતું.11 વાગ્યા સુધી સરેરાશ 24.87 % મતદાન થયું હતું.  

આ સમાચાર શેર કરો