2000 કરોડનું 565 કિલો કોકેઇન ઝડપાયું, દિલ્હી પોલીસને મળી સફળતા
દિલ્હી પોલીસે ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2

દિલ્હી પોલીસે ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલએ લગભગ 565 કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું છે. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી છે કે આ ડ્રગ્સ રાજધાનીમાં કોના માટે લાવ્યા હતા, તેની ડિલીવરી કોને કરવાની હતી, આ ગેંગ સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે. પોલીસ આ પ્રશ્નોના જવાબ શોધી રહી છે. પોલીસના અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો.






