મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આંદામાન પાસે દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત, કોસ્ટગાર્ડે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડ્યો

ભારતીય કોસ્ટગાર્ડે આંદામાન પાસે દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડિફેન્સ અધિકારીઓએ જણાવ્યું કે ઇન્ડિયન કો

આંદામાન પાસે દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત, કોસ્ટગાર્ડે અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો પકડ્યો

ભારતીય કોસ્ટગાર્ડે આંદામાન પાસે દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડિફેન્સ અધિકારીઓએ જણાવ્યું કે ઇન્ડિયન કોસ્ટગાર્ડે આ પહેલા ક્યારેય પણ આટલો મોટો જથ્થો પકડ્યો નથી. આ ડ્રગ્સ માછલી પકડનારી એક નાવમાંથી મળ્યો છે.

જોકે, ડ્રગ્સનો પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. ડિફેન્સ અધિકારીઓએ કહ્યું કે આ ઘટનાની તપાસ બાદ જ જાણકારી આપવામાં આવશે.

ગુજરાતમાંથી 700 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતું

આ પહેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા 15 નવેમ્બરે પોરબંદરના દરિયા કિનારાથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું જેની કિંમત 700 કરોડ રૂપિયા કરતા વધુ હતી. દિલ્હી NCBને આ ડ્રગ્સની જાણકારી મળી હતી. તે બાદ દિલ્હી NCBએ ગુજરાત NCB, કોસ્ટગાર્ડ અને નેવીની મદદથી એક બોટ પકડી હતી જેમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો