સ્કોર્પિયો ડીવાઇડર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત, 5 ડૉક્ટરોના મૃત્યુ

ઉત્તર પ્રદેશની સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના પાંચ ડૉક્ટરોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. આ અકસ્માત આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર થયો હતો. તમામ ડોક્ટર સ્કોર્પિયોમાં લખનઉથી આગ્રા જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર કન્નૌજના તિરવા વિસ્તારમાં બુધવારે સવારે લગભગ 3 વાગ્યે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક ઝડપભેર સ્કોર્પિયો કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના ડોક્ટર તરીકે થઈ છે. આ તમામ પીજી વિદ્યાર્થીઓ હતા. આ સિવાય કારમાં સવાર એક પીજી સ્ટુડન્ટ ગંભીર રીતે ઘાયલ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : VIDEO: મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જતી બસનો ગંભીર અકસ્માત, એકનું મોત
જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર તમામ લોકો લખનૌમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને સૈફઈ પરત ફરી રહ્યા હતા ત્યારે તિરવા વિસ્તારમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને બીજી લેનમાં આવી અને પછી એક ટ્રક સાથે અથડાઈ.

