મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મેમુ ટ્રેનના 5 કોચ પાટા પરથી ઉતરી ગયા, આ રાજ્યમાં લોકો પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

મંગળવારે સવારે તમિલનાડુમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. પુડુચેરી જતી મેમુ ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી ગયા. અધિ

VIDEO: મેમુ ટ્રેનના 5 કોચ પાટા પરથી ઉતરી ગયા, આ રાજ્યમાં લોકો પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

મંગળવારે સવારે તમિલનાડુમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. પુડુચેરી જતી મેમુ ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી ગયા. અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત વિલ્લુપુરમ નજીક થયો હતો. તેમણે કહ્યું કે, લોકો પાઇલટે આ વાતની નોંધ લેતા અને તાત્કાલિક ટ્રેન રોકી દેતાં મોટી દુર્ઘટના ટળી ગઈ. 

આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને ત્રણ કલાકમાં ટ્રેન અવરજવર પૂર્વવત થઈ ગઈ. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી જ ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાશે. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: કુંભ મેલા સ્પેશિયલ ટ્રેનમાં રેલવેની બેદરકારી, ઝાંસી સ્ટેશને નાસભાગમાં મુસાફરો પાટા પર પટકાયા

વિલ્લુપુરમ-પુડુચેરી ટ્રેન લગભગ ૫૦૦ મુસાફરોને લઈને સવારે ૫.૨૫ વાગ્યે વિલ્લુપુરમથી નીકળી હતી. ટ્રેન એક વળાંક પાર કરી રહી હતી ત્યારે તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને લોકો પાઇલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી. અકસ્માતને કારણે વિલ્લુપુરમ રૂટ પર ટ્રેન સેવાઓ સવારે 8.30 વાગ્યા સુધી ખોરવાઈ ગઈ હતી. વિલ્લુપુરમ - પુડુચેરી મેમુ એક ટૂંકા અંતરની ટ્રેન છે જે લગભગ 38 કિમીનું અંતર કાપે છે.

આ સમાચાર શેર કરો