Video: છોટાઉદેપુર નજીક કાર અને બાઈક વચ્ચેની ભયંકર ટક્કરમાં ૩ લોકોનાં મોત

છોટાઉદેપુર નજીક આવેલા પીપલેજ ગામ અને સિંગલા ઘાટી પાસે આજરોજ સમી સાંજે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કુલ ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યાં છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર બે લોકો અને કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. મૃતકો છોટાઉદેપુર પંથકના વજેપુર, ભૂમસવાડા અને રાયછા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જાહેરાત







