મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : કારગિલ યુદ્ધના શૌર્યની યાદમાં ‘ઓપરેશન વિજયની ૨૭મી વર્ષગાંઠ

લદ્દાખના દ્રાસ ખાતે ભારતીય સેના દ્વારા ઓપરેશન વિજયની ૨૭મી વર્ષગાંઠ ખૂબ જ ગૌરવ

લદ્દાખના દ્રાસ ખાતે ભારતીય સેના દ્વારા ઓપરેશન વિજયની ૨૭મી વર્ષગાંઠ ખૂબ જ ગૌરવભેર ઉજવવામાં આવી રહી છે. આ ખાસ અવસરે કારગિલ વોર મેમોરિયલ ખાતે એક વિશેષ ટોલોલિંગ એક્સપિડિશનનું આયોજન કરવામાં આવ્યું છે જે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવાનો એક માર્ગ છે. આ અભિયાન દ્વારા ભારતીય સેના તે ઐતિહાસિક વિજયને ફરીથી યાદ કરી રહી છે જ્યારે ભારતીય જવાનોએ દુર્ગમ પહાડો પર અસાધારણ સાહસ ખેડી દુશ્મનોને હરાવી ભારતનો વિજયધ્વજ લહેરાવ્યો હતો. કારગિલ યુદ્ધની આ યાદો નવી પેઢીમાં દેશભક્તિની ભાવના જગાડે છે. આ સમારોહમાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સેનાના અધિકારીઓએ તેમની વીરતાને વંદન કર્યા હતા. આ કાર્યક્રમ દેશની અખંડિતતા અને સૈનિકોના અતૂટ બલિદાનનું પ્રતીક બની રહ્યો છે

આ સમાચાર શેર કરો