VIDEO: ભારતીય સેનાએ Nawaz Sharifને Raveena Tandonના નામે મોકલી હતી 'ખાસ ભેટ', જાણો કારગિલ યુદ્ધના અનોખા કિસ્સા વિશે
90ના દાયકામાં રવીના ટંડન બી-ટાઉનમાં પોતાની એક્ટિંગથી રાજ કરી રહી હતી. માત્ર દેશમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ રવીનાના ચાહકોની કમી નહોતી. પાકિસ્તાનના પૂર્વ પીએમ (PM) નવાઝ શરીફ પણ રવીના ટંડનના ફેન હતા.
નેવુંના દાયકામાં રવીનાથી લઈને જુહી ચાવલાનો જલવો હતો. દેશમાં જ નહીં પરંતુ પાડોશી દેશમાં પણ રવીનાના ચાહકો ઓછા નહોતા. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને ભારતીય અભિનેત્રી રવીના ટંડન ખૂબ પસંદ હતી. તેઓ રવીનાના ફેન હતા. શું તમે જાણો છો કે કારગિલ યુદ્ધ દરમિયાન નવાઝ શરીફ માટે સેનાએ રવીનાના નામની મિશાઇલ મોકલી હતી?
રવીના હતી ફેવરિટ એક્ટ્રેસ
એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફાએ કહ્યું હતું કે તેમની ફેવરિટ એક્ટ્રેસ રવીના ટંડન છે. ત્યારબાદ કારગિલ યુદ્ધ થયું જેમાં ભારતીય સેનાએ કંઈક એવું કર્યું જેનાથી દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
રવીનાના નામની મિસાઇલ
અહેવાલો અનુસાર, કારગિલ યુદ્ધ દરમિયાન 'ફ્રોમ રવીના ટંડન ટુ નવાઝ શરીફ' લખેલા સંદેશવાળી તસવીર ખૂબ વાયરલ થઈ હતી. યુદ્ધ દરમિયાન રવીનાના નામે પાકિસ્તાનમાં બોમ્બ ફેંકીને બદલો લેવામાં આવ્યો હતો. તે સમયે અખબારમાં છપાયેલી આ તસવીરે સૌને ચોંકાવી દીધા હતા.

