Video: ગુવાહાટીમાં પેટ્રોલ પંપ સંચાલકોની ૨૪ કલાકની હડતાળ

સોર્સ: gstv

આસામના ગુવાહાટીમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવતી કથિત કનડગતના વિરોધમાં નોર્થ ઈસ્ટ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા ૨૪ કલાકની હડતાળ પાડવામાં આવી હતી આ વિરોધ પ્રદર્શન અંતર્ગત સમગ્ર ગુવાહાટી શહેરના પેટ્રોલ પંપ પર નો-પર્ચેઝ, નો-સેલ અભિયાન હેઠળ ઈંધણની ખરીદી અને વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતી . ડીલરોની માંગ હતી કે કંપનીઓ તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવે. પંપ બંધ રહેવાને કારણે સામાન્ય જનતા અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત