Video: દૂધના ભાવવધારાથી દિલ્હીના ગ્રાહકોમાં નારાજગી

દેશભરમાં અમૂલ અને મધર ડેરી દ્વારા આજથી દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના ભાવ વધતા ગીતા કોલોનીમાં દૂધ લેવા પહોંચેલા ગ્રાહકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ પહેલેથી જ વીજળીના બિલ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે, ત્યારે દૂધના ભાવવધારાથી ઘરનું બજેટ ખોરવાશે. ખાસ કરીને બાળકો માટે દૂધ અને ચા જેવી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બનશે તેવી ચિંતા વ્યક્ત કરી છે. ગ્રાહકોનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે અને સામાન્ય માણસે ક્યાં જવું તે સમજાતું નથી. સાથે જ દૂધ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવી છે.
જાહેરાત







