Video: ઉદયપુરમાં દિવાળી બાદ પ્રવાસન સીઝનની શરૂઆત થતાં જ પ્રવાસીઓની ભારે ભીડ

રાજસ્થાનના ઉદયપુરમાં દિવાળી બાદ પ્રવાસન સીઝનની શરૂઆત થતાં જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. લેક સિટી તરીકે જાણીતા ઉદયપુરમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. શહેરના ઐતિહાસિક મહેલો, સુંદર સરોવરો અને આકર્ષક પર્યટન સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દિવાળી વેકેશન અને નૂતન વર્ષની રજાઓને કારણે હોટલ, બજારો અને પ્રવાસન સ્થળોએ ચહલપહલ વધી છે. સ્થાનિક પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં પણ સારી સીઝનની આશા જોવા મળી રહી છે. ટૂરિસ્ટ ગાઈડ હનુમંત સિંહે પણ ઉદયપુરમાં પ્રવાસીઓની વધતી સંખ્યા અને પ્રવાસન માહોલ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
જાહેરાત







