ના હોય! ફટાકડા ફોડ્યા તો થશે 2000નો દંડ, વાંચો શું છે સમગ્ર મામલો
'માઝી વસુંધરા' અભિયાન હેઠળ એક કરોડનું ઈનામ પ્રાપ્ત કરેલ રાજ્યનું પ્રથમ સૌરગ્રામ ‘મા

'માઝી વસુંધરા' અભિયાન હેઠળ એક કરોડનું ઈનામ પ્રાપ્ત કરેલ રાજ્યનું પ્રથમ સૌરગ્રામ ‘માન્યાચીવાડી' જે મહારાષ્ટ્રના પાટણ તાલુકામાં આવેલું છે, ત્યાં ગત અનેક વર્ષોથી 'ફટાકડાં મુક્ત ગામ'ની સંકલ્પના ચલાવાય છે. જેથી આ ગામમાં ફટાકડાં ફોડવાનો સંપૂર્ણ પ્રતિબંધ છે અને છતાં જો કોઈ ફટાકડાં ફોડે તો તેની પાસેથી બે હજાર રુપિયાનો દંડ વસૂલાય છે. દિવાળી જ નહિ અન્ય મેળાવડા કે પ્રસંગ ટાણે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
વિવિધ સ્પર્ધા અને અભિયાનના માધ્યમે અત્યાર સુધીમાં આશરે ૭૬ જેટલાં પુરસ્કારો આ ગામે મેળવ્યા છે. અહીં પ્રદૂષણમુક્તિ અને પર્યાવરણ સંવર્ધનની ચળવળમાં સાથ પૂરાવવા આ ગામમાં અનેક વર્ષોથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. તેમાંય છેલ્લાં ચાર વર્ષથી માઝી વસુંધરા અભિયાનમાં ગામ સહભાગી થયા બાદ તો આ નિયમનું અહીં કડક પાલન કરાવાય છે. ગામના પ્રવેશદ્વાર પર જ મોટું સૂચના બોર્ડ લગાવાયું છે, જેમાં લખ્યું છે કે, 'ગ્રામસભા ઠરાવે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું ઉલ્લંઘન કરવા પર બે હજાર રુપિયાની દંડાત્મક કાર્યવાહી કરાશે.’




