દેશભરની 20 હોટ સીટ જેના પર છે સૌની નજર, આ મહારથીઓની શાખ છે દાવ પર
લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી થોડીવારમાં જ શરુ થશે. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું,

લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી થોડીવારમાં જ શરુ થશે. 19 એપ્રિલે મતદાન શરૂ થયું હતું, જે પહેલી જૂને પૂર્ણ થયું હતું. સાત તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે આજે ખબર પડશે કે કેન્દ્રમાં કોની સરકાર આવશે અને કોણ વિપક્ષમાં બેસશે. આજે દેશની 542 બેઠકો માટે ચૂંટણીના પરિણામો જાહેર થશે, પરંતુ તેમાંથી 20 બેઠકો એવી છે જેના પરિણામો પર આખા દેશની નજર ટકેલી છે.
આ બેઠકો પર બધાની નજર રહેશે
આ 20 બેઠકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી, કંગના રણૌતની મંડી, હેમા માલિનીની મથુરા, અરુણ ગોવિલની મેરઠ, રાહુલ ગાંધીની વાયનાડ અને શત્રુઘ્ન સિન્હાની આસનસોલ બેઠક પણ સામેલ છે. આ એવી બેઠકો છે કે જેના પર સમગ્ર દેશ મત ગણતરી સાથે જોડાયેલ દરેક અપડેટ જાણવા માંગે છે. તો ચાલો અમે તમને એવી 20 બેઠકો વિશે જણાવીએ જેના પર દરેકની નજર ટકેલી છે. 1. વારાણસી (ઉત્તર પ્રદેશ): નરેન્દ્ર મોદી (ભાજપ) વિરુદ્ધ અજય રાય (કોંગ્રેસ)2. ગાંધીનગર (ગુજરાત): અમિત શાહ (ભાજપ) વિરુદ્ધ સોનલ પટેલ (કોંગ્રેસ)
3. લખનૌ (ઉત્તર પ્રદેશ): રાજનાથ સિંહ (ભાજપ) વિરુદ્ધ રવિદાસ મેહરોત્રા (SP).
4. નવી દિલ્હી (દિલ્હી): બાંસુરી સ્વરાજ (ભાજપ) વિરુદ્ધ સોમનાથ ભારતી (આપ)
5. મેરઠ (ઉત્તર પ્રદેશ): અરુણ ગોવિલ (ભાજપ) વિરુદ્ધ સુનિતા વર્મા (SP)
6. ડાયમંડ હાર્બર (પશ્ચિમ બંગાળ): અભિષેક બેનર્જી (TMC) વિરુદ્ધ અભિજીત દાસ (BJP)
7. ગુના (મધ્યપ્રદેશ): જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) વિરુદ્ધ યાદવેન્દ્ર રાવ (કોંગ્રેસ).
8. હાસન (કર્ણાટક): પ્રજ્વલ રેવન્ના (JDS) વિરુદ્ધ શ્રેયસ પટેલ (કોંગ્રેસ).
9. મંડી (હિમાચલ પ્રદેશ): કંગના રનૌત (ભાજપ) વિરુદ્ધ વિક્રમાદિત્ય સિંહ (કોંગ્રેસ)
10. ઉત્તર-પૂર્વ દિલ્હી (દિલ્હી): મનોજ તિવારી (ભાજપ) વિરુદ્ધ કન્હૈયા કુમાર (કોંગ્રેસ)
11. નાગપુર (મહારાષ્ટ્ર): નીતિન ગડકરી (ભાજપ) વિરુદ્ધ વિકાસ ઠાકરે (કોંગ્રેસ)
12. વાયનાડ (કેરળ): રાહુલ ગાંધી (કોંગ્રેસ) વિરુદ્ધ કે. સુરેન્દ્રન (ભાજપ)
13. બારામતી (મહારાષ્ટ્ર): સુપ્રિયા સુલે (NCP (SP)) વિરુદ્ધ સુનેત્રા પવાર (NCP)
14. હૈદરાબાદ (તેલંગાણા): અસદુદ્દીન ઓવૈસી (AIMIM) વિરુદ્ધ માધવી લતા (BJP).
15. કન્નૌજ (ઉત્તર પ્રદેશ): અખિલેશ યાદવ (SP) વિરુદ્ધ સુબ્રત પાઠક (BJP)
16. રાયબરેલી (ઉત્તર પ્રદેશ): રાહુલ ગાંધી (કોંગ્રેસ) વિરુદ્ધ દિનેશ પ્રતાપ સિંહ (ભાજપ)
17. પુરી (ઓડિશા): સંબિત પાત્રા (BJP) વિરુદ્ધ અરુણ પટનાયક (BJD)
18. વિદિશા (મધ્યપ્રદેશ): શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ) વિરુદ્ધ પ્રતાપભાનુ શર્મા (કોંગ્રેસ)
19. કરનાલ (હરિયાણા): મનોહર લાલ ખટ્ટર (ભાજપ) વિરુદ્ધ દિવ્યાંશુ બુધિરાજા (કોંગ્રેસ).
20. કૃષ્ણનગર (પશ્ચિમ બંગાળ): મહુઆ મોઇત્રા (TMC) વિરુદ્ધ અમૃતા રોય (BJP)







