મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉકળતા તેલમાં 2 વર્ષનો બાળક પડતાં મોત, સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો

મધ્યપ્રદેશના ભોપાલમાં એક દુ:ખદ ઘટનામાં 2 વર્ષનો બાળક ઉકળતા તેલના તપેલામાં પડી જતાં મોત થયું છે. ગયા સોમવારે ભ

ઉકળતા તેલમાં 2 વર્ષનો બાળક પડતાં મોત, સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો

મધ્યપ્રદેશના ભોપાલમાં એક દુ:ખદ ઘટનામાં 2 વર્ષનો બાળક ઉકળતા તેલના તપેલામાં પડી જતાં મોત થયું છે. ગયા સોમવારે ભોપાલના નિશાતપુરામાં એક સગાઈ સમારોહ દરમિયાન ઘટના બની હતી. બે વર્ષનો એક બાળક ચૂલા પરથી ઉતારેલી ઉકળતા તેલની કડાઈમાં પડી ગયો હતો. બાળકને તાત્કાલિક કડાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીર રીતે દાઝી ગયેલા બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે.

આ પણ વાંચોઃ મોકામા ફાયરિંગ કેસ: બાહુબલી પૂર્વ ધારાસભ્ય અનંત સિંહે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ

આ અકસ્માત રાત્રે ૧૧ વાગ્યે થયો જ્યારે પરિવાર ત્યાં ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. નિશાતપુરા પોલીસે કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ બાળકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, તપાસ અધિકારી ASI સુખબીર યાદવે જણાવ્યું હતું કે, મૃતક અક્ષાંશના પિતા રાજેશ સાહુ છોલાની શિવ નગર કોલોનીના રહેવાસી છે અને એક વેપારી છે. રાજેશના ભત્રીજાની સગાઈ 20 જાન્યુઆરીએ નિશાતપુરાના એક પાર્ટી પ્લોટમાં થઈ હતી. જ્યારે બંને પરિવારો ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અક્ષાંશ રસોડાના ભાગમાં ગયો હતો.

રસોડામાં રસોઈયાઓએ ચૂલા ઉપરથી એક ગરમ તેલ ભરેલી કડાઈ નીચે ઉતારીને ફ્લોર પર મુકી હતી. આ દરમિયાન અક્ષાંશ નજીકમાં રહેલા પ્લેટફોર્મ પર ચઢી ગયો. પરંતુ, પ્લેટફોર્મ પર તેલ ઢોળાયેલું હોવાથી તે લપસણી જગ્યા હતી. રસોડામાં શું થઈ રહ્યું છે તે જોવાનો પ્રયાસ કરવા સમયે તેનો પગ લપસ્યો અને સીધો ગરમ તેલની કડાઈમાં પડ્યો. રસોડામાં હાજર લોકોએ તરત જ તેને બહાર કાઢ્યો.

પરિવારજનો અક્ષાંશને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પછી તેને ચુનાભટ્ટીની બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ કહ્યું કે, હોસ્પિટલમાં પહોંચ્યા પહેલા જ તેનું મોત થયું હતું.  

આ સમાચાર શેર કરો