મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

16 વર્ષની કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કરી રચ્યો ઇતિહાસ, દેશની પ્રથમ નાની વયની પર્વતારોહક બની

મુંબઇની નેવી ચિલ્ડ્રન સ્કૂલની ૧૬ વર્ષની કામ્યા કાર્તિકેયને તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ. ક

16 વર્ષની કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કરી રચ્યો ઇતિહાસ, દેશની પ્રથમ નાની વયની પર્વતારોહક બની

 મુંબઇની નેવી ચિલ્ડ્રન સ્કૂલની ૧૬ વર્ષની કામ્યા કાર્તિકેયને તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા દેશની પહેલી અને દુનિયાની બીજી પર્વતારોહક છે. 

 આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા દેશની પહેલી પર્વતારોહક

૧૨મા ધોરણની વિદ્યાર્થિની કામ્યાએ અને તેના પિતાએ ૨૦મી મેના રોજ ૮૮૪૯ મીટર ઉંચું માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. પુત્રી અને પિતાએ નેપાળની બાજુએથી પર્વતારોહણ કર્યું હતું.

કામ્યાએ દુનિયાના સાત ખંડોમાં ઊંચામાં ઊંચા છ પર્વત શિખરો સર કરવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. હવે ડિસેમ્બરમાં એન્ટાર્કટીકાના માઉન્ટ વિનસન માસીફ પર્વતને સર કરવાનો સંકલ્પ કર્યો છે. 

 ૨૦મી મેના રોજ ૮૮૪૯ મીટર ઉંચું માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું

ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનની સહાયથી પુત્રી અને પિતાએ એકસાથે માઉન્ટ એવરેસ્ટ  સર કરવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ફાઉન્ડેશનના ચેરમેન ચાણક્ય ચૌધરીએ આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે કામ્યાએ આટલી નાની ઉંમરે આભને આંબતી સિદ્ધિ હાંસલ કરી છે એ સહુને માટેે ગૌરવપ્રદ બાબત છે અને બીજાને માટે પણ તે પ્રેરણારૃપ બની રહેશે.

આ સમાચાર શેર કરો