મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેરળના મંદિર મહોત્સવમાં મોટી દુર્ઘટના, ફટાકડા ફોડવા દરમિયાન 150 લોકો ઘાયલ, 8ની હાલત ગંભીર

દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમ

કેરળના મંદિર મહોત્સવમાં મોટી દુર્ઘટના, ફટાકડા ફોડવા દરમિયાન 150 લોકો ઘાયલ, 8ની હાલત ગંભીર

દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિસ્ફોટના કારણે સ્થળ પર સ્થિતી બગડી હતી. કાર્યક્રમમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.

કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો

આ ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી. અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે 12.30 વાગ્યે અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા ગતા.

 વિસ્ફોટના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા


ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. વિસ્ફોટના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 97 ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસે જણામવ્યું કે અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન, રાત્રે 12.30 વાગ્યે અચાનક સ્ટોરેજમાં મોટો ધડાકો થયો હતો. ત્યાં એક પછી એક બધા ફટાકડા ફોડવા લાગ્યા. બન્યું એવું કે સ્ટોરેજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તે સમયે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર હતા. ભીડમાં રહેલા લોકો આ આગનો વીડિયો બનાવવા લાગ્યા. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં 150 થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 8ની હાલત નાજુક છે.

આ સમાચાર શેર કરો