મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, રાજસ્થાન સહિત ત્રણ રાજ્યમાંથી અલ કાયદાના 14 આતંકીની ધરપકડ

દેશમાં એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અ

દેશમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, રાજસ્થાન સહિત ત્રણ રાજ્યમાંથી અલ કાયદાના 14 આતંકીની ધરપકડ

દેશમાં એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડમાં ATS સાથે મળીને કેટલાક શહેરમાં દરોડા પાડ્યા હતા.જાસુસી ઇનપુટ પર ચલાવવામાં આવેલા ઓપરેશનમાં અલકાયદાથી પ્રેરિત એક મૉડ્યૂલ (અલ કાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ)નો ખુલાસો થયો છે. ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી અત્યાર સુધી 14 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

14 આતંકીની ધરપકડ

આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના ભિવાડીમાંથી છ આતંકી તેમજ ઝારખંડ અને યુપીમાંથી આઠ આતંકીની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસ અનુસાર આ મૉડ્યૂલનું સંચાલન રાંચીનો ડૉ. ઇશ્તિયાક કરતો હતો. તે દેશના વિવિધ વિસ્તારમાં મોટી આતંકવાદી ગતિવિધિને અંજામ આપવાની ફિરાકમાં હતો. મૉડ્યૂલના સભ્યોને અલગ અલગ સ્થળો પર હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. પોલીસે રાજસ્થાનના ભિવાડીથી હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લેતા છ શંકાસ્પદની અટકાયત કરી છે.

શંકાસ્પદોની પૂછપરછ બાદ સ્પેશ્યલ સેલની ટીમે ઝારખંડ અને યુપીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કૂલ આઠ શંકાસ્પદની પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અત્યારે વિવિધ સ્થળો પર પૂછપરછ ચાલી રહી છે અને નેટવર્ક સાથે જોડાયેલા વધુ લોકોની ધરપકડ થઇ શકે છે. કેટલાક સ્થળો પર અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે અને હથિયાર, દારૂગોળો, જેહાદી અને આતંકી સાહિત્ય વગેરે સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અલકાયદા ઇન ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ વિરૂદ્ધ ઝારખંડમાં લોહરદગા, હજારીબાગમાં દરોડા પાડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો