Video: ABVIMS અને RML હોસ્પિટલનો 12મો પદવીદાન સમારોહ

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ અને RML હોસ્પિટલનો 12મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ પદવીઓ એનાયત કરવામાં આવી હતી. તબીબી શિક્ષણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ માટે આ પ્રસંગ વિશેષ મહત્વ ધરાવતો હતો.
જાહેરાત











