મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: અમેરિકામાં પૂજારીની નોકરીની લાલચમાં સિદ્ધપુરના યુવકોએ ગુમાવ્યા લાખો રૂપિયા

છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં જવાની ઘેલછા લોકોમાં વધી ગઈ છે અને આ ઘેલછાને કારણે કેટલાય એવા કિસ્સાઓ

પાટણ: અમેરિકામાં પૂજારીની નોકરીની લાલચમાં સિદ્ધપુરના યુવકોએ ગુમાવ્યા લાખો રૂપિયા

છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં જવાની ઘેલછા લોકોમાં વધી ગઈ છે અને આ ઘેલછાને કારણે કેટલાય એવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેમાં ઠગ બાજો દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે આવો જ એક કિસ્સો પાટણમાં બન્યો છે. જ્યાં સિદ્ધપુરના એક યુવાનને અમેરિકામાં પૂજારીની નોકરીની લાલચ આપી અમદાવાદના ઈસમે 15 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ સમગ્ર મામલે યુવકે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ઠગબાજ  વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભોગ બનનાર યુવક નિખિલ હરેશચંદ્ર ઠાકરે ફરિયાદમાં જણાવ્યું છે કે,દર પૂનમે અમદાવાદના શૈલેષભાઈ ગિરીશચંદ્ર ત્રિવેદી હરસિદ્ધી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા હતા. આ દરમિયાન તેમનો પરિચય થયો હતો. બાદમાં શૈલેષ ત્રિવેદીએ અમેરિકામાં ટ્રસ્ટના મંદિરમાં પૂજારી તરીકે યુવકોની જરૂરિયાત હોવાની વાત કરી હતી. એટલું જ નહીં અમેરિકા મંદિરમાં પૂજા કરવા માસિક 5,000 હજાર ડોલરનો પગાર અને રહેવા જમવાની સગવડ હોવાનું જણાવ્યું હતું. 

છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ઝડપાયો

આમ વિદેશમાં નોકરીની લાલચમાં આવી ભોગ બનનાર નિખિલ સહિત પાંચ લોકોએ પ્રતિ વ્યક્તિ 3 લાખ રૂપિયા એટલે કે, કુલ 15 લાખ રૂપિયા શૈલેષભાઈ ગિરિશચંદ્ર ત્રિવેદીને આપ્યા હતા. જોકે, લાખો રૂપિયા આપ્યા બાદ પણ અમેરિકાના વિઝા કે સ્પોન્સર લેટર ના આવતા યુવકો ફોન કરતા હતા. પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આમ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે છેતરપિંડી આચરનાર અમદાવાદની શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો