મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gandhinagar news: પૂર્વ કાઉન્સિલરના પુત્રના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાનો પરિવારના ગંભીર આરોપ

રાજ્યના કડીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં બિલ્ડરના પુત્રએ કેનાલમાં પડતું મૂકીને

Gandhinagar news: પૂર્વ કાઉન્સિલરના પુત્રના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાનો પરિવારના ગંભીર આરોપ

રાજ્યના કડીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં બિલ્ડરના પુત્રએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત કર્યો છે. મળતા અહેવાલ પ્રમાણે મૃતકના 13 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. તો બીજી તરફ યુવાનના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે પૈસાની લેતી દેતીમાં તેનું અપહરણ કરીને માર માર્યો હતો.

મનીષ સપલેન્ડર પર ગંભીર આરોપો

પૂર્વ કાઉન્સિલર તારાબેન પટેલના પુત્ર મનીષ પટેલ ઉર્ફે મનીષ સપલેન્ડર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. યુવકનો મૃતદેહ કડી કેનાલ પાસેથી મળી આવ્યો હતો. કડી પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી છે. મૃતક ઋષભનું વાહન ગુમ થયાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો