મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોટીલા બસ સ્ટેન્ડ પાસેથી યુવાન ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલાના બસ સ્ટેન્ડ પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે પોલીસે યુવા

ચોટીલા બસ સ્ટેન્ડ પાસેથી યુવાન ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલાના બસ સ્ટેન્ડ પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે પોલીસે યુવાનને દબોચ્યો હતો. પોલીસ પેટ્રોલિંહ હતી ત્યારે યુવાનની હિલચાલ શંકાસ્પદ દેખાઈ રહી હતી. પોલીસે યુવાનની તપાસ આદરી હતી. તપાસ દરમિયાન યુવાન પાસેથી હથિયાર મળી આવ્યું હતું. યુવાનની ઓળખ પ્રદીપ કરપડા તરીકે થઈ છે.

અગાઉ પણ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો

પ્રાથમિક માહિતી અનુસાર યુવાન અગાઉ પણ ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો હતો. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ યુવાન કયા ઈરાદાથી હથિયાર લઈને ફરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે આર્મ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો