મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના યુવકનો પર્યાવરણ બચાવવા ભગીરથ પ્રયાસ, 2 મહિનામાં આટલા વૃક્ષો રોપવાની સાથે જતન કરીને સર્જ્યા રેકોર્ડ

ચોમાસામાં ઠેર ઠેર વૃક્ષારોપણના તાયફાઓ થતાં હોય છે. ત્યારે આ ચીલાચાલુ દેખાડાથી બહાર આવીને સુરતના

સુરતના યુવકનો પર્યાવરણ બચાવવા ભગીરથ પ્રયાસ, 2 મહિનામાં આટલા વૃક્ષો રોપવાની સાથે જતન કરીને સર્જ્યા રેકોર્ડ

ચોમાસામાં ઠેર ઠેર વૃક્ષારોપણના તાયફાઓ થતાં હોય છે. ત્યારે આ ચીલાચાલુ દેખાડાથી બહાર આવીને સુરતના યુવાને પોતાની ટીમ સાથે મળીને વૃક્ષારોપણ જ નહીં પરંતુ તેની માવજતનું બીડું ઝડપ્યું હતું. ગત 15 જૂનથી 15 ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે 2 મહિનામાં 11,111 થી વધારે વૃક્ષો રોપ્યા હતાં. જેથી યુવાનના નામે ચાર રેકોર્ડ પણ નોંધાયા છે.

કોરોનામાં વૃક્ષની કિંમત સમજાઈ

ઈવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતિષભાઈ હિરપરાના વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યની નોંધ લઇને ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઈન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યૂનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડ એ રેકોર્ડ બુકમાં નામ ઉમેર્યું છે. સતીશ હિરપરાએ કહ્યું કે,કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી હતી. ત્યારે અમે પર્યાવરણ માટે કંઈક કરવા માગતા હતાં. જેમાં અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃતિ કરવામાં આવી છે. 

ઓક્સિજન આપતાં વૃક્ષો રોપાયા

વેલંજા અને નવા આઉટર રિંગરોડ વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. જેમાં પાલિકા દ્વારા વૃક્ષો આપવામાં આવ્યા છે. સાથે જ ઓક્સિજન આપતાં વૃક્ષોનું નર્સરીમાંથી ખરીદી કરીને રોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષોના જતન માટે 150 જેટલા યુવાનોની ટીમ પણ કામે લાગી હતી. જે દર અઠવાડિયે મોનિટરિંગ પણ કરતી હતી. વૃક્ષોને પાણી આપવાની વધુ વરસાદ હોવાથી જરૂર નહોતી જણાઈ તેમ છતાં તમામ તકેદારી રાખવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો