મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઈસ્ટોનિયામાં રાયફલ શૂટિંગની સ્પર્ધામાં મહેસાણાના યુવકે મેળવ્યું સુવર્ણચંદ્રક

રાયફલ શૂટિંગની વાત આવે તો ભલભલાના નિશાના ચૂકી જાય છે પરંતુ મહેસાણાના એક યુવાને રાયફલ શૂટ

ઈસ્ટોનિયામાં રાયફલ શૂટિંગની સ્પર્ધામાં મહેસાણાના યુવકે મેળવ્યું સુવર્ણચંદ્રક

રાયફલ શૂટિંગની વાત આવે તો ભલભલાના નિશાના ચૂકી જાય છે પરંતુ મહેસાણાના એક યુવાને રાયફલ શૂટિંગ સ્પર્ધામાં કાઠું કાઢી સમગ્ર ભારતમાં મહેસાણાનું નામ રોશન કર્યું છે. રાયફલ શૂટિંગમાં નામ આવે તેવા આંગળીના ટેરવે ગણી શકાય તેવા નામ ભારતમાં આવશે પરંતુ ઓપન કેટેગરીમાં જીત હાંસલ કરવી હોય તો લોઢાના ચણા ચાવવા બરોબર છે. અને તેમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હોય તેવો પ્રથમ કિસ્સો મહેસાણામાં બન્યો છે જેમાં રાયફલ શૂટિંગમાં એક યુવાને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 

ભારત દેશની સાથે મહેસાણા જિલ્લાનું નામ ઇન્ટરનેશનલ લેવલે ગુજયું છે. ગત 07 ફેબ્રુઆરીના રોજ ઈસ્ટોનિયામાં અલગ અલગ દેશોના ખેલાડીઓએ રાયફલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મહેસાણા જિલ્લાની રક્ષક શૂટિંગ ક્લબમાંથી આદિત્યસિંઘ શેખાવતે ભાગ લીધો હતો. જેમાં તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ISFF રાયફલ ટુર્નામેન્ટમાં સ્વર્ણ પદક હાસિલ કર્યું હતું. પૂર્વ આર્મી જવાન તેજસભાઈ પટેલે આદિત્યસિંઘ શેખાવત માટે ખૂબ મહેનત કરી હતી. જેને પગલે આદિત્યસિંઘ શેખાવત આજે ગોલ્ડ મહેસાણા માટે લાવ્યા છે.

જિલ્લા લેવલથી માંડીને ઈન્ટરેસ્ટનેશનલ લેવલ સુધી અંદાજિત 200 જેટલા મેડલ અત્યાર સુધીમાં મહેસાણાએ હાસિલ કર્યા છે. જ્યારે નિવૃત આર્મી મેનના પ્રયાસ થકી મહેસાણા જિલ્લાના નામ ઓલમ્પિક લેવલે લખાય તે માટેના પ્રયાસ હાલ માં થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ એ વાત પાક્કી છે કે હાલમાં તો એક યુવાન શૂટિંગમાં ગોલ્ડનું નિશાન તાકીને આવ્યો છે.

આ સમાચાર શેર કરો