મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : શહીદ બ્રીજ પરથી પડી જવાથી અજાણ્યા યુવકનું મોત, આપઘાત કે અકસ્માત?

Rajkot News : રાજકોટ શહેરના રૈયા ચોકડી પર આવેલા શહીદ બ્રીજ પરથી પડી જવાથી અજાણ્યા યુવકનું મોત થયાની ઘટના ઘટી છે.

રાજકોટ : શહીદ બ્રીજ પરથી પડી જવાથી અજાણ્યા યુવકનું મોત, આપઘાત કે અકસ્માત?

Rajkot News : રાજકોટ શહેરના રૈયા ચોકડી પર આવેલા શહીદ બ્રીજ પરથી પડી જવાથી અજાણ્યા યુવકનું મોત થયાની ઘટના ઘટી છે. ઘટના બાદ લોકોના ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાન બ્રીજ પરથી અકસ્માતે પડી ગયો હતો કે તેણે આપઘાત કર્યો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 

રાજકોટ નજીકના પાડાસણ ગામમાં 12 વર્ષના કિશોરે આત્મહત્યા કરી 

રાજકોટ નજીકના પાડાસણ ગામમાં માત્ર 12 વર્ષના કિશોરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ આજી ડેમ પોલીસ મથકમાં જાહેર થયો છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના પુનાભાઈ ડામોરને 6 સંતાનો છે, જેમાંથી સૌથો મોટો પુત્ર કાનો 12 વર્ષનો છે. જે તેની નાની બહેનોને પરેશાન કરતો હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જેને કારણે લાગી આવતા તેણે ગઈકાલે રાત્રે વડાળી રોડ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

જે અંગે 108 બોલાવાતાં તેના તબીબે મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં આજી ડેમ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૃરી કાર્યવાહી કરી હતી.  મૃતકના પિતા પાડાસણમાં અરૃણભાઈની વાડી વાવતા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો