મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

LJIMC દ્વારા મીડિયા પ્રોફેશનલ્સ માટે AI એપ્લિકેશન્સ પર વર્કશોપનું આયોજન

તા. 18 અને 19 સપ્ટેમ્બરે એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ દ્વારા મીડિ

LJIMC દ્વારા મીડિયા પ્રોફેશનલ્સ માટે AI એપ્લિકેશન્સ પર વર્કશોપનું આયોજન

તા. 18 અને 19 સપ્ટેમ્બરે એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મીડિયા ઍન્ડ કોમ્યુનિકેશન્સ દ્વારા મીડિયા પ્રોફેશનલ્સ માટે AI એપ્લિકેશન્સ પર બે-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનાં મેન્ટર તરીકે માઈકાનાં ડૉક્ટરલ સ્કૉલર કુશ મહેતાએ બદલાતાં જતાં મીડિયા લેન્ડસ્કેપમાં કઈ રીતે વિવિધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ટૂલ્સ સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ શકે તેનાં વિષે જણાવ્યું હતું. આ ઇવેન્ટમાં મીડિયાનાં માસ્ટર અને બેચલરનાં વિધાર્થીઓને કમ્પ્યુટર પર AI ટૂલ્સની હેન્ડસ-ઑન ટ્રેનિંગ આપવામાં આવી હતી. પર્સનલ લાઈફથી માંડીને જોબમાં, શિક્ષણથી માંડીને સોશિયલ મીડિયામાં AI એપ્લિકેશન્સ દ્વારા કન્ટેન્ટ ક્રિએશન, ડેટા એનાલિસીસ, પ્રોજેક્ટ વર્ક, ઓડિયન્સ એન્ગેજમેન્ટ વગેરે કામ બહુ સરળતાથી થઈ શકે છે તેની પૂરતી સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા આ વર્કશોપ માટે સકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો.

વિદ્યાર્થીઓને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા બદલાતી જતી ટેક્નોલોજીને સમજી, AIનાં ઉપયોગ દ્વારા કાર્ય-કુશળતા કેળવવા અને કાર્ય-દક્ષતા વધારવાનાં હેતુ ધરાવતાં આ વર્કશોપનું આયોજન ડૉ. દિવ્યા સોની (ડિરેક્ટર-LJIMC) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો