રાજ્યમાં બપોરના 1થી 4 બાંધકામ સાઈટ પર શ્રમિકોને આપવો પડશે આરામ, સરકારે આદેશ કર્યો જાહેર
રાજ્યમાં ઘણી જગ્યાએ શ્રમિકોને હીટવેવની સ્થિતિમાં કામ કરવું પડે છે. અનેક જ

રાજ્યમાં ઘણી જગ્યાએ શ્રમિકોને હીટવેવની સ્થિતિમાં કામ કરવું પડે છે. અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરો સૂચનાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પોયમેન્ટ એન્ડ એક્ટ હેઠળ બાંધકામ સાઈટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમિકોને ઉનાળાની સિઝનમાં લૂ લાગવાની શક્યતા રહેલી છે. તેથી આવી સાઈટો બપોરના સમયે બંધ કરવામાં આવે, કે જેથી શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે.
શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થઈ શકે
શ્રમિકોને વિવિધ જોખમો સામે રક્ષણ મળી રહે તે માટે કાયદા પ્રમાણે બપોરે 1થી4 કલાક દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તડકાની સીધી અસર પડે છે, ત્યાં બાંધકામ પ્રવૃતિ કરાવરારા બિલ્ડર્સ એમ્પલોયર્સ અને કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોને જૂન મહિના સુધી આ સમયગાળા પુરતો આરામ કે વિશ્રામ માટેનો ખાસ સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચન આપવામાં આવે છે.
બપોરે 1થી4 દરમ્યાન સાઈટ પર શ્રમિકોને આપવો પડશે આરામ
આદેશમાં જણાવ્યું છે કે આ રીતે ફાળવેલા વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો 2003ના નિયમ 50(2) મુજબનો વિશ્રામ સમય ગણવાનો રહેશે.
રાજ્યમાં બપોરે 1થી 4 બાંધકામ સાઈટ પર કાર્ય કરતા શ્રમિકોને આપવો પડશે આરામ, સરકારે આદેશ કર્યો જાહેર છે.
રાજ્ય સરકારના કાયદા પ્રમાણે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર જૂથ જવાબદાર ગણાશે અને તેની સામે પગલાં લેવામાં આવશે. જ્યારે જે શ્રમિકને બપોરના સમયે કામ કરવા આગ્રહ કરવામાં આવે તે હેલ્પલાઈન નંબર 155372 પર ફરિયાદ નોંધાવી શકે છે.






