મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાધનપુરમાં સ્ટાફના અભાવે ઓપરેશન માટે આવેલી મહિલાઓ રઝડી પડી, તંત્રને કરી રજુઆત

પાટણમાંથી આરોગ્ય ક્ષેત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે જેમાં સ્ટાફના અભાવે દર્દીઓ રઝડી પડ્ય

રાધનપુરમાં સ્ટાફના અભાવે ઓપરેશન માટે આવેલી મહિલાઓ રઝડી પડી, તંત્રને કરી રજુઆત

પાટણમાંથી આરોગ્ય ક્ષેત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે જેમાં સ્ટાફના અભાવે દર્દીઓ રઝડી પડ્યાં છે. પાટણ જિલ્લામાં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સ્ટાફના અભાવે દર્દીઓના ઓપરેશન માટે આપેલી તારીખે દર્દીઓ રખડી પડ્યા હતા. મહિલા દર્દીઓને રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે આજની તારીખ આપવામાં આવી હતી.

રાધનપુર રેફરલ હોસ્પિટલમાં અલગ અલગ ગામેથી 4 મહિલાઓના ગર્ભાશયના ઓપરેશન માટે આવી હતી. રાધનપુરની  રેફરલ હોસ્પિટલમા ફરજ બજાવનાર કર્મચારી પણ કેમેરા સામે જવાબ આપવાની જગ્યાએ ગાડીમાં બેસીને ભાગી ગયા હતા. તમામ મહિલા દર્દીઓએ આરોગ્ય વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રાધનપુર મામલતદાર કચેરીમાં રજુઆત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો