મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં સાંતલપુરના ઓવરબ્રિજ પર ગેસ ટેન્કરમાં લાગી આગ, ટેન્કર ચાલકનો બચાવ

પાટણમાં રોડ પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાટણ જિલ્લામાં સાંતલપુરના ઓવરબ્રિજ પર ગેસ ભર

પાટણમાં રોડ પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાટણ જિલ્લામાં સાંતલપુરના ઓવરબ્રિજ પર ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ટેન્કરનું ટાયર ફાટ્યા બાદ આગલ લાગવાની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયપુરથી ગાંધીધામ બાજુ જતી વખતે આ ઘટના થઈ હતી. આગ ભભૂકતાની સાથે થોડી જ ક્ષણોમાં સમગ્ર ટેન્કરને આગે ઝપેટમાં લઇ લીધી હતી. સદનસીબે ચાલકનો બચાવ થયો હતો તેમજ ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ સમાચાર શેર કરો