ભાવનગરમાં શામપરા ચોકડી પર ટ્રકની અડફેટે મહિલા સફાઈ કામદારનું મોત
Bhavnagar News : ભાવનગર નજીક સીદસર ગામ પાસે શામપરા ચોકડી ખાતે ટ્રક અડફેટે એક મહિલા સફ

Bhavnagar News : ભાવનગર નજીક સીદસર ગામ પાસે શામપરા ચોકડી ખાતે ટ્રક અડફેટે એક મહિલા સફાઈ કામદારનું મોત થયું છે. આ મહિલા ભાવનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ સફાઈકર્મી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : લોધિકા મોટાવડા શાળાનાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં આચાર્ય સહિત બે શિક્ષકો સસ્પેન્ડ
આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર BMCમાં કોન્ટ્રાકટ સફાઈકર્મી શારદાબેન જીતુભાઈ વાઘાણી શામપરા ચોકડી પાસે રોડ પર સફાઈકામ કરી રહ્યાં હતા ત્યારે એક ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
આ ઘટના બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા, સાથે જ વરતેજ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






