ગીર સોમનાથ: આંકોલાળીમાં લૂંટની આશંકાએ મહિલાની ઘાતકી હત્યા, પોલીસે તપાસ કરી શરૂ
ગીર સોમનાથના આંકોલાળી ગામમાં એક મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ

ગીર સોમનાથના આંકોલાળી ગામમાં એક મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આંકોલાળી ગામમાં હત્યાની ઘટના બની છે. જ્યાં એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. મૃતક મહિલા પોતાની વાડીએ ટિફિન આપવા જતી હતી ત્યારે હત્યારાએ હત્યાને અંજામ આપ્યો હતો.
પોલીસે હત્યારાને પકડવા ચક્રોગતિમાન કર્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહની પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મહિલાની લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે હત્યારાને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.






