મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલમાં પત્નીએ પતિની ડિવોર્સ્ડ પ્રેમિકાને પાવડાથી રહેંસી મોતને ઘાટ ઉતારી

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધારેશ્વર રોડ પર આવેલ વાછરા ચોકડી નજીક નવ વિધાન સ્કૂલની સામે એક પરણિત મહિલાની હત્યા થઈ

ગોંડલમાં પત્નીએ પતિની ડિવોર્સ્ડ પ્રેમિકાને પાવડાથી રહેંસી મોતને ઘાટ ઉતારી

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધારેશ્વર રોડ પર આવેલ વાછરા ચોકડી નજીક નવ વિધાન સ્કૂલની સામે એક પરણિત મહિલાની હત્યા થઈ છે. કોઠારીયા રણુજા ગામે રહેતી જલ્પાબેન ઉમેશભાઈ મેર નામની મહિલા તેના પરણિત પ્રેમીને ગોંડલ મળવા આવી હતી જ્યાં તેની પાવડો મારીને હત્યા કરવામાં આવી હતી. પતિની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર મહિલા જિજ્ઞાબેન કિશોરભાઈ હાંડાની પોલીસે અટકાયત કરી છે. 

આ પણ વાંચો : લગ્ન પ્રસંગમાં સામાન્ય બોલાચાલીએ હત્યાનું સ્વરુપ લીધું, ત્રણની ધરપકડ

મહિલાના મૃતદેહ નજીક લેડીઝ પર્સ સામે પાવડો જોવા મળ્યો હતો તેમજ પાવડામાં લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા. મૃતક મહિલાના છુટાછેડા થયા હોવાની સાથે મહિલા તેમના પરણિત પ્રેમી કિશોર હાંડાને મળવા આવી હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી હતી. ગોંડલ શહેર A ડિવિઝન પોલીસ અને LCB પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી. મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો