મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navsari news: મહિલાએ બહુમાળી બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું, આપઘાતનું કારણ અકબંધ

નવસારીના બીલીમોરામાં એક મહિલાએ 9મા માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મોડી રાત્રે બનેલી ઘટના

Navsari news: મહિલાએ બહુમાળી બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું, આપઘાતનું કારણ અકબંધ

નવસારીના બીલીમોરામાં એક મહિલાએ 9મા માળેથી કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મોડી રાત્રે બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

આત્મહત્યાનું કારણ અકબંધ

નવસારીના બીલીમોરામાં આવેલ ભેરુનાથ ટાવરમાં રહેતા 51 વર્ષીય રશ્મિકાબેન પંચાલે 9મા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. પટકાવાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીલીમોરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને પરિવારજનોના નિવેદન નોંધી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો