મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ ઉતરાણમાં મહિલાએ જમીનમાં દાટી હતી આ વસ્તુ, તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતના ઉતરાણ વિસ્તારમાં મહિલાએ તેના ઘરના વાડામાં તથા બાજુના ખાલી પ્લોટની જમીનમાં દાટેલી વસ્તુ

સુરત/ ઉતરાણમાં મહિલાએ જમીનમાં દાટી હતી આ વસ્તુ, તરકીબ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

સુરતના ઉતરાણ વિસ્તારમાં મહિલાએ તેના ઘરના વાડામાં તથા બાજુના ખાલી પ્લોટની જમીનમાં દાટેલી વસ્તુ જ્યારે બહાર કાઢવામાં આવી ત્યારે તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે આ વસ્તુ બહાર કાઢી કબ્જે લીધી છે. મહિલા અને તેના દીકરાની ધરપકડ કરી છે.સુરત શહેર જિલ્લો તો દારૂના શોખ માટે જાણીતો છે, ત્યારે સુરત શહેર પોલીસે સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. દારૂ પકડાવો એ નવી વાત નથી પરંતુ ઉત્રાણમાં મહિલા બુટલેગર અને તેના દીકરાએ જે રીતે દારૂ છુપાવ્યો હતો તે તરકીબ જોઈ પોલીસ પણ અચરજમાં મુકાઈ ગઈ હતી.

વાત ખરેખર એમ છે કે સુરત પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે મોટા વરાછા ઉત્રાણ ખાતે આવેલા ખરી ફળીયામાં મહિલા બુટલેગરે તેના ઘરમાં દારૂ છુપાવ્યો છે અને તે ઘરેથી જ દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પીસીબી અને ડીસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડ્યા હતા.તા. 2 એપ્રિલના રોજ પોલીસે ઉત્રાણના ખરી ફળીયામાં મકાન નં. 23માં રહેતી મહિલા બુટલેગર ચંપાબેન રાજુભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. ચંપાબેન અને તેનો દીકરો પંકજ ઉર્ફે પિયુષ ઘરેથી દારૂ વેચતા હોવાની બાતમી હતી. પોલીસ જ્યારે મહિલા બુટલેગરના ઘરે પહોંચીને તપાસ કરી તો ચોંકી ગઈ હતી. 

મહિલા બુટલેગર અને તેના દીકરાએ દારૂનો જથ્થો પોતાના ઘરમાં તથા ઘરના વાડામાં ઉપરાંત મકાનની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં જમીનની અંદર ખાડા ખોદી સંતાડી રાખ્યો હતો. તે ઘરમાંથી જ ચોરી છુપીથી દારૂ વેચતા હતા. પોલીસે ભારતીય બનાવટની અલગ અલગ કંપનીની વિદેશી દારૂની વ્હીસ્કી, વોડકાની સીલબંધ 1,98,600ની કિંમતની 1728 બોટલ પકડી હતી. આ ઉપરાંત મોબાઈલ, રોકડ સહિત અન્ય મળી કુલ 1,99,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મહિલા બુટલેગર ચંપાબેનની ધરપકડ કરી હતી જ્યારે તેના દીકરા પંકજ ઉપરાંત માંગીલાલ કાનાભાઈ પટેલ (ગુજ્જર) અને વિનોદ મારવીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ સમાચાર શેર કરો