મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: હાથમતી કોઝ વે પાર કરતી મહિલા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતાં લાપતા

સાબરકાંઠાનો હાથમતી કોઝ વે પાર કરતી મહિલા અચાનક તણાઈ જતા ફાયર બ્રિગેડે મહિલાની શોધખોળ હાથ ધરી છે, પા

સાબરકાંઠાનો હાથમતી કોઝ વે પાર કરતી મહિલા અચાનક તણાઈ જતા ફાયર બ્રિગેડે મહિલાની શોધખોળ હાથ ધરી છે, પાણીના પ્રવાહમાં ગરકાવ થયેલી મહિલાનો વિડીયો પણ સામે આવ્યો છે. 

સ્થાનિક લોકો દ્વારા ના પાડવા છતાંય કોઝ વે કર્યો પાર

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. લોકો જીવના જોખમે કોઝ વે પાર કરતા જોવા મળે છે, ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠા જિલ્લાના હાથમતી કોઝ વે પર જોવા મળ્યો હતો, જેમાં ત્રણ લોકો જીવના જોખમે કોઝ વે પાર કરવાનો પ્રયાસ કરતા હતા. ત્રણ પૈકી એક મહિલા સંતુલન ગુમાવી પાણીના ધસમસતા પ્રવાહમાં પડી ગઈ હતી. સ્થાનિક લોકોએ ના પાડવા છતાં મહિલા સહિત ત્રણેય લોકો જીવન જોખમે કોઝ વે પાર કરી રહ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ફાયર બ્રિગેડે મહિલાની શોધખોળ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો