મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મેડિક્લેમ કાંડ: વોકહાર્ટ હોસ્પિટલે દર્દીની સામાન્ય ઈજાની સારવારના વસૂલ્યા 1.60 લાખ, જો ઓપરેશન કર્યું હોત તો...

રાજકોટ શહેરની પ્રખ્યાત વોકહાર્ટ હોસ્પિટલ મોટા વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં 9

મેડિક્લેમ કાંડ: વોકહાર્ટ હોસ્પિટલે દર્દીની સામાન્ય ઈજાની સારવારના વસૂલ્યા 1.60 લાખ, જો ઓપરેશન કર્યું હોત તો...

રાજકોટ શહેરની પ્રખ્યાત વોકહાર્ટ હોસ્પિટલ મોટા વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં 9 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત સ્થિતિમાં આવ્યું હતું. બાળકના હાથમાં ઈજા થઈ હતી, હોસ્પિટલે બાળકના હાથમાં 7 ટાંકા લઈને સર્જરી કરી હતી.

મેડિક્લેમ છે એટલું પૂછ્યું અને 7 ટાકાંનું બીલ દોઢ લાખ પકડાવી દીધું

હોસ્પિટલે બાળકના પરિવારને પૂછ્યું હતું કે મેડિક્લેમ છે, તો મેડિક્લેમ અંતર્ગત 1 લાખ 60 હજારનું બિલ પકડાવી દીધું, સાથે સાથે બાળક સાંજે હોસ્પિટલમાં દાખલ થયું હતું. તો સવારના સમયના ડોક્ટરના વિઝિટના ચાર્જ લગાવવામાં આવ્યા હતા.

વોકહાર્ટ હોસ્પિટલનું બીલ

ડોક્ટર હાર્દિક ધમાણિયાની ફી 61,120
સર્જરી ચાર્જ 21,400 
ડો.ભાવિક ભુવા ચાર્જ 11,000
એસો.કો.સર્જન ચાર્જ 15,000
ઇમરજન્સી સર્જરી ચાર્જ 3,210
ઇમરજન્સી સર્જન ચાર્જ 9168
ઇમરજન્સી એનેસ્થેસીયા ફી 1650 
ઇમરજન્સી એસો.સર્જન ચાર્જ 2250
ફાર્મસી ચાર્જ રૂપિયા 3044 

દર્દીના સગા પાસેથી 10 હજાર અલગથી ભરાવડાવ્યા

તો બીજી તરફ ઓપરેશન પણ નથી કર્યું અને લાખોનું બિલ પકડાવી દેતા બાળકના પરિવારને બિલ ભરવા મજબૂર કર્યા હતા. દર્દીના સગા પાસેથી અલગથી 10 હજાર પણ ભરાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પરિવારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી.

આ સમાચાર શેર કરો