Video: ચૂંટણી લક્ષી તૈયારી સાથે કોંગ્રેસી નેતાઓ અંબાજીના શરણે પહોંચ્યા

બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીના શ્રીગણેશ કરતા કોંગ્રેસના નેતાઓ મા જગદંબાના દરબારમાં શીશ નવાવા પહોંચ્યા હતા. ઉત્તર ગુજરાતના નવનિયુક્ત પ્રભારી અને મહારાષ્ટ્રના સાંસદ શ્યામકુમાર બર્વે, બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના નેતાઓએ અંબાજી મંદિરમાં દર્શન કરી ચાચર ચોકમાં 'જય અંબે'ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, દેશમાં 12 વર્ષથી ભ્રષ્ટ સરકાર બેઠી છે અને વોટ ચોરી સામે આંદોલન ચાલી રહ્યું છે. જ્યારે ગેનીબેન ઠાકોરે હૂંકાર ભરતા કહ્યું કે, હવે તેમની લડાઈ કોઈ એક સીટ પૂરતી નહીં પરંતુ ગુજરાતની તમામ 182 સીટો માટે રહેશે.








