VIDEO: 'એના દિવસો પુરા થવા આવ્યા છે...' પબુભા માણેક કોના પર ગુસ્સે થયા?
ભગવાન શ્રી દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી કરવાને મામલે હવે ભાજપના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. ભગવાન શ્રી દ્વારકાધીશ પર વ
ભગવાન શ્રી દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી કરવાને મામલે હવે ભાજપના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. ભગવાન શ્રી દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામી નારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓ પર હવે ભાજપના નેતા અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની પ્રતિક્રિયા સામે આવી છે.
સ્વામી નારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓ દ્વારા પોતાના સંપ્રદાયને સર્વશ્રેષ્ઠ બાતાવવા અવારનવાર હિન્દુ ધર્મના દેવીદેવતાઓ વિશે વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવે છે, ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર દ્વારકા સહિત ગુજરાતમાં કૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની પ્રતિક્રિયા સામે આવી છે કે ભગવાન દ્વારકાધીશ સંઘર્ષ કરીને દ્વારકા નગરી ઊભી કરી છે સ્વામી નારાયણ સંપ્રદાય હિન્દુ સમાજ ઉપર નભે છે ત્યારે કોઈ પણ હિન્દુ દેવી દેવતાઓ વિશે બોલતા પહેલા ઇતિહાસ જોવો જોઈએ.



