Weather: આગામી 48 કલાકમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ગરમીમાં મળશે રાહત
છેલ્લા 10 દિવસથી ગરમીનો સામનો કરી રહેલા રાજ્યના લોકોન

છેલ્લા 10 દિવસથી ગરમીનો સામનો કરી રહેલા રાજ્યના લોકોને આગામી 48 કલાકમાં રાહત મળે તેવી શક્યતા છે. કારણ કે, અત્યારે
રાજ્યમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા હોવાથી તાપમાનમાં ઘટાડો થશે. ઉપરાંત ઉત્તર-પશ્ચિમથી ઠંડા પ્રદેશમાંથી પવનો ફુંકાતા તાપમાન ઘટશે જેથી કાળઝાળ ગરમીમાં ગુજરાતવાસીઓને હમણાંના સમયમાં આંશિક રાહત મળશે.
ઠંડા પવનો ફુંકાતા ફરી એકવાર રાજ્યમાં ઠંડક વધશે જેથી ગરમી ઘટતા લોકોને રાહત મળશે.આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભાવનગરના મહુવામાં 35 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં વધુ હતું.
હોળી-ધૂળેટીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે. શિવરાત્રિ પત્યાને માંડ અઠવાડિયું થયું છે ત્યારે રાજ્યમાં જાણે સત્તાવાર રીતે ઉનાળો બેસી ગયો હોય અને લોકો સ્વેટર-ટોપી ઉતારીને ઠંડા પીણાનો સહારો લેવાની નોબત આવી હતી. જો કે, હવામાન વિભાગ તરફથી અપાયેલી વિગતો અનુસાર, ગરમી ઘટશે અને ઠંડા પવનો આવતા ઠંડી વધશે તેવા સમાચાર મળી રહ્યા છે. જેથી રાજ્યમાં આગામી 48 કલાક સુધી તો જો કે, ગરમી વેઠવી પડશે તેવો ઘાટ ઘડાયો છે. જો કે, આમ છતાં રાજ્યમાં હોળી-ધૂળેટી બાદ ધીમે-ધીમે ઉનાળાનું સત્તાવાર રીતે આગમન થઈ જતું જ હોય છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનોની ગતિને ઋતુ પરિવર્તનમાં થોડો સમય લાગતો હોય છે.






