VIDEO: વલસાડ નેશનલ હાઈવે પર જળબંબાકાર: વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
વાપી બાદ હવે વલસાડ નેશનલ હાઈવે પર પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભાર


વાપી બાદ હવે વલસાડ નેશનલ હાઈવે પર પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે સુરત તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. પાણીના ભરાવાને કારણે રોડ પરથી પસાર થતી એક કાર વચ્ચે જ બંધ થઈ ગઈ હતી, જોકે ચાલકે સમયસૂચકતા વાપરીને કારને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. માત્ર સર્વિસ રોડ જ નહીં, પરંતુ મુખ્ય નેશનલ હાઈવે પર પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ગતિ ધીમી રાખવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.




