મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડમાં ભારે વરસાદી માહોલ વચ્ચે ઈમારતનો સ્લેબ ધરાશાયી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનની ગેલેરીનો સ્લેબ અચાનક ધર

તસવીર: gstv

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનની ગેલેરીનો સ્લેબ અચાનક ધરાશાયી થયો છે. જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી 40 જર્જરિત બિલ્ડિંગમાં આશરે 600 પરિવારો ભયના માહોલમાં જીવી રહ્યા છે. બિલ્ડિંગ નંબર 40માં બીજા માળે આવેલા એક ફ્લેટની ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો.  સદ્ભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સતત વરસાદ અને જૂની બિલ્ડિંગોની જર્જરિત હાલતને કારણે સ્થાનિકોમાં આતંકનો માહોલ છે. વહીવટીતંત્રએ આ વિસ્તારમાં તાત્કાલિક સલામતીના પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે

આ સમાચાર શેર કરો