VIDEO : રાજકોટના ગોકુલનગરમાં સતત ત્રીજા દિવસે પાણીનો પુરવઠો ખોરવાયો
રાજકોટના ગોકુલનગર હાઉસિંગ સોસાયટીમાં સતત ત્રીજા દિવસે પાણીનો પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિ

રાજકોટના ગોકુલનગર હાઉસિંગ સોસાયટીમાં સતત ત્રીજા દિવસે પાણીનો પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાણીની સમસ્યા ગંભીર બનતા મેયરે વોર્ડ નંબર 10ના કોર્પોરેટરોને તાત્કાલિક સ્થળ પર મોકલ્યા હતા. કોર્પોરેટરો સોસાયટી પહોંચતા સ્થાનિકોએ તેમનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. કોર્પોરેટરોએ જર્જરિત આવાસની તાત્કાલિક મરામત કરવાની સૂચના આપી છે. આ સાથે જ પાંચ દિવસમાં એફિડેવિટ ન આપવાની સ્થિતિમાં કાર્યવાહી કરવાની ચીમકી પણ અપાઈ છે.




