VIDEO: રાજકોટ: સિવિલ હોસ્પિટલ બહાર યુવકને ઢોર માર માર્યો
રાજકોટ શહેરમાં જાહેરમાં કાયદો હાથમાં લેવાની અને મારામારીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ

રાજકોટ શહેરમાં જાહેરમાં કાયદો હાથમાં લેવાની અને મારામારીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આ વખતે સિવિલ હોસ્પિટલની બહાર જ છુટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં કોઈ અજ્ઞાત કારણોસર બે યુવકો અને એક યુવતીએ ભેગા મળીને એક અજાણ્યા યુવકને રસ્તા પર જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ હંગામા દરમિયાન ઉશ્કેરાયેલી યુવતી એટલી હદે ગુસ્સે થઈ ગઈ હતી કે તે હાથમાં મોટો પથ્થર લઈને તે યુવકને મારવા માટે પાછળ દોડી હતી. આ સમગ્ર હિંસક ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેને પગલે હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારની બહાર સુરક્ષા વ્યવસ્થા અને કાયદાના ડર સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.




