મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાપુતારમાં કોઝવે પર પાણી ફરી વળતા, કોટમદર ગામનો સંપર્ક તૂટ્યો

સાપુતારા પંથકમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરી

તસવીર: gstv

સાપુતારા પંથકમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન ભારે પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરીને તળેટી વિસ્તારમાં આવેલું કોટમદર ગામ છેલ્લા બે દિવસથી મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક તૂટી જતાં સંપર્કવિહોણું બની ગયું છે. કોટમદરથી જાખાનાને જોડતા કોઝર્વે પર કોતરના ધસમસતા પાણી ફરી વળતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે, જેના કારણે ઈમરજન્સી સેવાઓ જેવી કે 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. અગાઉ આ ડૂબાઉ કોઝર્વેને ઊંચો પુલ બનાવવાની માંગણી સાથે ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં શાસકો અને વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો