મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડ: કોલક નદીનો કોઝવે પાણીમાં ગરકાવ, સાઇડ રેલિંગ તૂટતાં અકસ્માતનો ભય

વલસાડમાં સતત ભારે વરસાદને પગલે અરનાલા પાટી ખાતે આવેલો કોલક નદી પ

તસવીર: GSTV

વલસાડમાં સતત ભારે વરસાદને પગલે અરનાલા પાટી ખાતે આવેલો કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે અરનાલા પાટી અને આસપાસના ગામોનો સંપર્ક તૂટી ગયો છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કોઝવેની બંને બાજુની સાઇડ રેલિંગ પણ તૂટી ગઈ છે, જેથી અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે. નવા પુલનું ખાતમુહૂર્ત થઈ ગયું હોવા છતાં કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જીવના જોખમે કોઝવે પસાર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો