VIDEO: ડોલવણ નજીક લૉ લેવલ પુલો પર ફરી વળ્યા પાણી, ૪૪ રસ્તા બંધ
તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પાણીની ભારે આવક થતાં પંચાયત હસ્તકના લૉ-લેવલ પુલો

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પાણીની ભારે આવક થતાં પંચાયત હસ્તકના લૉ-લેવલ પુલો પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ડોલવણના 36, વાલોડના 4, વ્યારાના 3 અને સોનગઢનો 1 સહિત કુલ 44 ગ્રામ્ય માર્ગો બંધ થઈ ગયા છે. માર્ગો બંધ થતાં વાહનચાલકો અને ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે વહીવટી તંત્રએ લોકોને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા અપીલ કરી છે.




