મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઉકાઈનું પાણી વધુ છોડાતા તાપીનું જળસ્તર વધ્યું, અડાજણથી નદીના પાણી શહેરમાં પ્રવેશવાનું શરૂ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ડેમ

સુરતમાં ઉકાઈનું પાણી વધુ છોડાતા તાપીનું જળસ્તર વધ્યું, અડાજણથી નદીના પાણી શહેરમાં પ્રવેશવાનું શરૂ

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉકાઈની સપાટી 336.39 ફૂટ પર પહોંચી ગઈ છે. રૂલ લેવલથી સપાટી વધુ હોવાથી ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી સુરતમાંથી પસાર થતી તાપી નદીના પાણીના જળસ્તરમાં વધાર થયો છે. અડાજણ વિસ્તારમાંથી સરદાર બ્રિજ નીચે પણ જળસ્તરમાં વધારો થતાં શહેરમા પાણી ઘુસવાની શરૂઆત થઈ છે.

પાણી ભરાવાનું શરૂ

સરદાર બ્રિજ નીચે પાણીનું સ્તર વધ્યું છે.પોણા સાત મીટર પાણીનું લેવલ થયુ છે. અડાજણ સરિતા સાગર સંકુલમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થયા છે. ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જેથી અડાજણ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામેથી સુરતમા પાણી પ્રવેશે છે.

લોકોમાં ભય
 
અડાજણમાં તાપી નદીનો પટ છે. ત્યાંથી પાણી શહેરમાં પ્રવેશતા હોય છે. જ્યારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે. ત્યારે અડાજણ વિસ્તારમાંથી શહેરની અંદર પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાવવાને કારણે અડાજણ વિસ્તારમાં પણ તેની અસર દેખાઈ રહી છે. જેથી અડાજણ વિસ્તારના લોકોમાં ઉચાટ સાથે ભય જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો