VIDEO: વલસાડમાં જળબંબાકાર: મધુબન ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાતા દમણગંગા બે કાંઠે
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભ

વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ઉપરવાસના ધરમપુર અને કપરાડામાં અનરાધાર વરસાદને કારણે અનેક માર્ગો અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના લીધે જિલ્લાના ૧૩૯ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. પરિસ્થિતિને જોતા NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બીજી તરફ, મધુબન ડેમમાં પાણીની સતત આવક થતાં ૫૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરિણામે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને સતર્ક કરી લોકોને સુરક્ષિત રહેવા અને કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.




