VIDEO: વલસાડમાં મધુબન ડેમ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો, દમણગંગા નદી બે કાંઠે
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવ

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં હાલ 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સિઝનમાં પ્રથમ વખત મધુબન ડેમના બે દરવાજા 1.40 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણીનો જથ્થો દમણગંગા નદીમાં છોડવામાં આવ્યો છે. પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.




